ઓક્ટોબર 31, 2025 7:55 પી એમ(PM)

printer

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું.
ઓડિશામાં, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે સવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે, શ્રી માઝીએ કહ્યું કે એકતા, ભાઈચારો અને દેશભક્તિ એ વિકસિત ભારતના આધારસ્તંભ છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં યોજાયેલી એકતા દોડ દરમિયાન ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડી અને અનેક સંસદ સભ્યોએ સરદાર પટેલની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.