નવેમ્બર 15, 2025 7:33 પી એમ(PM)

printer

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે આવતીકાલથી રાજ્યમાં પદયાત્રા યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી વિધાનસભા સ્તરે ૨૧ સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે
આ પદયાત્રાની માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે કહ્યું કે, આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકૉણથી યુવાનો પ્રેરાઇ પ્રધાનમંત્રીના “વિકસિત અને આત્મનિર્ભર ભારત”ના મિશનમાં જોડાઈ સાચા અર્થમાં જનભાગીદારીના સંકલ્પને સાર્થક કરવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.