ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 17, 2025 6:14 પી એમ(PM) | એરપોર્ટ

printer

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ  સુવિધાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ  એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023 માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સીમલેસ ટેકનોલોજી સાથેની સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા મારફત દર 20 બેગે એકના ચેક ઇન થવાના કારણે પ્રવાસીઓના એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર ઉભા રહેવાના સમયમાં ઘટાડો થયો છે. એરપોર્ટ પર  31 જાન્યુઆરી 2025 સુધીમાં સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી છે.