ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 28, 2025 9:59 એ એમ (AM)

printer

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ દિવસ દરમિયાન વિવિધ બેન્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી પણ બેન્ડ આ ઉજવણીમાં ભાગ લેશે. આ પરેડ દરમિયાન દસ ટેબ્લોનુ નિદર્શન કરાશે તેમ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યુ હતું. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં, સ્વદેશી શ્વાનોની ટુકડી (K9s) ખાસ સરહદ સુરક્ષા દળ BSF ટુકડી પણ ભાગ લેશે. આ ટુકડી શિસ્ત, ચપળતા અને સ્થાનિક જાતિઓમાં ભારતનો વધતો વિશ્વાસ દર્શાવે છે