સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને નિમિત્તે કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની યાત્રાના પદયાત્રીઓ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચ્યા હતા. ત્યારે ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, સરદાર પટેલનો માર્ગ જ ભારતને આત્મનિર્ભર, વિકસિત અને વિશ્વશક્તિ બનાવશે. તેમણે ઉમેર્યું, આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનો વિશ્વ સમક્ષ ભારતની એકતા અને યુવાશક્તિનો સંદેશ આપી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 7:35 પી એમ(PM)
સરદાર પટેલની જન્મજયંતિ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદાના ભાણદ્રા ગામે પહોંચી – આવતીકાલે સમાપન