પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું છે કે લગભગ આખો દેશ હવે સ્વચ્છ ઊર્જા દ્વારા આવરી લેવામાં આવી રહ્યો છે.
લોકસભામાં એક સવાલના જવાબમાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે, સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભાર આપ્યો હતો કે, પી.એન.જી. જોડાણનો વ્યાપ 2014માં 25 લાખથી વધીને હવે દોઢ કરોડ થયો છે.
શ્રી પુરીએ જણાવ્યું હતું કે, એલપીજી સિલિન્ડરના જોડાણો પણ 2014માં 14 કરોડથી વધારીને 33 કરોડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશે બાયોગેસના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.
Site Admin | જુલાઇ 24, 2025 1:29 પી એમ(PM)
સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ.
