સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં, તેમણે કહ્યું કે નવા કાયદા દ્વારા ખેડૂતો બીજ ક્યાંથી આવ્યા અને કોણે તેમને પૂરા પાડ્યા તે પણ જાણી શકશે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)
સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે