ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM) | કેન્દ્રીય નાણામંત્રી

printer

સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છેઅને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કેસરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે તમામ ઉધાર લીધેલા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. મંત્રીએ લોકસભામાં કેન્દ્રીય અંદાજ પત્ર પરચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય અંદાજ પત્ર 2025-26 રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરે છે. તેમણેકહ્યું હતું કે અંદાજપત્ર 2025-26 વૈશ્વિક મેક્રોઇકોનોમિક વાતાવરણમાં ભારે અનિશ્ચિતતાઓ અને ફેરફારોના સમયે આવ્યું છે. શ્રીમતી સીતારમણે કહ્યું કે ભારત સૌથીઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.