કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રતિનિધિમંડળમાં શાસક અને વિપક્ષી પક્ષોના સાંસદો શામેલ હશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ રાજદ્વારી પહેલ અંગે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી છે.
સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ઉદ્ધભવતા આતંકવાદ પર ભારતની સ્થિતિથી વૈશ્વિક સમુદાયને માહિતગાર કરવાનો છે.
Site Admin | મે 16, 2025 7:51 પી એમ(PM)
સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે