કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે, સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે. આર્થિક વૃધ્ધિ માટે આ રાજ્યોમાં વધુ ક્ષમતા છે. આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય ખાતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ITM ની 12મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.
શ્રી શેખાવતે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે ઇશાન ભારતનાં રાજ્યોનાં માળખાકીય વિકાસ માટેનાં ભંડોળમાં વધારો કર્યો છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:48 પી એમ(PM) | કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે
સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિક્સાવવા માટે ઉત્તર પૂર્વનાં રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે :કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત
