સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે.રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. તેમણે માય એટલે કે મેરા યુવા ભારત સ્વયંસેવકો અને જિલ્લા યુવા અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને રાહત પૂરી પાડવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને કામ કરવા અબૂરોધ કર્યો હતો. માય ભારત એક રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ છે જે સ્વયંસેવકતા અને અનુભવ આધારિત શિક્ષણ દ્વારા યુવાનોને જોડવા અને સશક્ત બનાવવા માટે રચાયેલ છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 8:35 એ એમ (AM)
સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે
