જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

printer

સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાષણમાં ભૂલો હોવાનું જણાવીને તામિલનાડુના રાજ્યપાલ ભાષણ કરવાનો ઇન્કાર કરીને પરત ફર્યા

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આજે રાજ્ય વિધાનસભામાં પોતાના પરંપરાગત ભાષણમાં, ડીએમકે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાગને વાંચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમાં કેટલીક ભૂલો હોવાનું જણાવ્યું હતું.
લોકભવને કહ્યું હતું કે રાજ્યમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો તમિલનાડુ સરકારનો દાવો સાચો નથી. રાજ્યપાલ 234 સભ્યોની વિધાનસભાને સંબોધિત કર્યા વિના પાછા ફર્યાના થોડા સમય બાદ લોકભવને 13-મુદ્દાની સ્પષ્ટતા જારી કરી હતી. તે મુજબ, રાજ્યપાલનો માઇક્રોફોન વારંવાર બંધ કરવામાં આવતો હતો, જેના કારણે તેઓ બોલતા રોકાતા હતા.
લોકભવને જણાવ્યું હતું કે ભાષણમાં ઘણા પાયાવિહોણા દાવાઓ અને ભ્રામક નિવેદનો હતા, અને તેમાં જાહેર મુદ્દાઓને અવગણવામાં આવ્યા હતા.