ડિસેમ્બર 17, 2025 9:38 એ એમ (AM)

printer

સરકાર દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ-MSP અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે 10 લાખ કરતાં વધુ ખેડૂતો પૈકી 4 લાખ 75 હજારથી વધુ ખેડૂતો પાસેથી 7 હજાર 537 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે.રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય આપી પગભર થવા સરકાર તેમની પડખે ઊભી રહી હોવાનું મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આર્થિક સહાય અંતર્ગત મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે.