પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબધ્ધ છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, દિલ્હી મેટ્રોના ચોથા તબક્કામાં રિઠાલા-કુંડલી કોરિડોરને મંજૂરીથી દિલ્હી અને હરિયાણા વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કા હેઠળ કોરિડોરને મંજૂરી આપી હતી, જે આગામી ચાર વર્ષમાં પૂર્ણ થશે.
પ્રધાનમંત્રીએ 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો શરૂ કરવાના કેબિનેટના નિર્ણયની પણ પ્રશંસા કરી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે વધુને વધુ લોકોને શાળા શિક્ષણની સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે મોટો નિર્ણય લીધો છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 3:01 પી એમ(PM)
સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબધ્ધ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
