સરકાર અને મેટાએ વધતા જતા ઓનલાઇન કૌભાંડને ડામવા માટે ‘સ્કેમ સે બચો’ નામની ઝૂંબેશ શરૂ કરી છે. આજે નવી દિલ્હીમાં આ ઝૂંબેશ શરૂ કરતા માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આ પહેલને નાગરિકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવાની દિશામાં સમયસરની અને જરૂરી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ ઝૂંબેશ નાગરિકોમાં ડિજિટલ સલામતી અને તકેદારીની આદત કેળવવા સરકારનો અભિગમ સૂચવે છે. શ્રી જાજુએ જણાવ્યું કે, 90 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકારો ધરાવતા ભારતમાં ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ અસાધારણ ડિજિટલ વૃધ્ધિ નોંધાઈ છે. જોકે, તેમણે
ચેતવણી આપતા જણાવ્યું કે આ નોંધપાત્ર વૃધ્ધિને કારણે સાયબર ગુનાઓ પણ વધ્યા છે. ગયા વર્ષે દેશમાં 11 લાખ સાયબર ગુના નોંધાયા હતા. આ ઝૂંબેશ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયોના સહયોગમાં શરૂ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:02 પી એમ(PM)
સરકાર અને મેટાએ વધતા જતા ઓનલાઇન કૌભાંડને ડામવા માટે ‘સ્કેમ સે બચો’ નામની ઝૂંબેશ શરૂ કરી છે
