ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 7:19 પી એમ(PM) | રાષ્ટ્રીય

printer

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી

સરકારે 34 હજાર કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ સાથેનાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી છે. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ખનીજ સંસાધનો માટે મૂલ્ય શ્રુંખલા ઊભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી આપી
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ઊર્જા પરિવર્તન, કૃષિ, સંરક્ષણ, ઇલેકટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન્સ, ટ્રાન્સપોર્ટ, એરોસ્પેસ, પરમાણુ સહિતનાં ક્ષેત્રો માટે ક્રિટિકલ મિનરલ ટેકનોલોજી મહત્વની છે. તેમણે જણાવ્યું કે, મહત્વપૂર્ણ ખનીજોનું ઉત્ખનન, ક્રિટિકલ મિનરલ બ્લોક્સ હસ્તગત કરવા અને ખનીજોની આયાત પરનું અવલંબન ઘટાડવાનાં હેતુથી આ મિશનને મંજૂર કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણને કારણે એક લાખ 13 હજાર કરોડ રૂપિયાનાં વિદેશી હૂંડિયામણની બચત થઈ છે.