એપ્રિલ 23, 2025 7:36 પી એમ(PM)

printer

સરકારે 2024-25 માટે ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી.

સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખરીફ 2024-25 સીઝન દરમિયાન ભાવ સહાય યોજના હેઠળ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં કુલ 13.22 લાખ મેટ્રિક ટન તુવેર ખરીદવાની મંજૂરી આપી. આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં NAFED અને NCCF દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અને આ મહિનાની 22 તારીખ સુધીમાં આ રાજ્યોમાં કુલ 3.92 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.