રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે કહ્યું છે કે સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રીનાઈકે જણાવ્યું હતું કે, સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે, વીજળીના વધારાવાળા પ્રદેશોમાંથી વીજળીની અછતવાળા પ્રદેશોમાં વીજળીના ટ્રાન્સફરને સરળ બનાવવા માટે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરાઇ છે. શ્રી નાઈકે જણાવ્યું હતું કે, સરકારે 2031-32 સુધીમાં વધારાની 80 હજાર મેગાવોટ કોલસા આધારિત ક્ષમતા સ્થાપવાનો પ્રસ્તાવમૂક્યો છે.
Site Admin | માર્ચ 17, 2025 6:49 પી એમ(PM) | રાજ્યમંત્રી
સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો
