સરકારે આજે જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59હજારથી વધુ દર્દી મળ્યા છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝૂંબેશ અંગે આરોગ્યઅને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. શ્રીમતી પટેલે ઉમેર્યું, આ અભિયાન અંતર્ગત આ મહિનાની પહેલી તારીખ સુધી સમગ્રદેશમાં નિક્ષય સેવા શરૂ કરવામાં આવી. તેમજ 5 કરોડ 64 લાખથી વધુ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યું, આ સમયગાળા દરમિયાન 86 હજારથી વધુ નિક્ષય મિત્રોની નોંધણી પણ કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:34 પી એમ(PM) | ક્ષયમુક્ત
સરકારે સંસદમાં જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59 હજારથી વધુ દર્દી મળ્યા
