ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સરકારે રોકાણમાં નાગરીકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે.
રોજગાર અંગેનાં બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે
તેમણે કહ્યું કે ઘણા દાયકાઓ પછી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેલિમેડિસિન સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. બજેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે સરકારે બજેટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું વ્યાપક ભંડોળ ઉંભુ કરવામાં આવ્યું છે.
ભારતના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને જાળવવામાં જ્ઞાન ભારતમ મિશનના મહત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ જાહેરાત કરી કે આ મિશન હેઠળ એક કરોડ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. આનાથી એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર બનશે. તેમણે કહ્યું કે આ ભંડાર વિશ્વભરના વિદ્વાનો અને સંશોધકોને ભારતના ઐતિહાસિક અને પરંપરાગત જ્ઞાન અને શાણપણ સુધી પહોંચવામાં મદદ કરશે.