ડિસેમ્બર 30, 2025 9:37 એ એમ (AM)

printer

સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી

વિદ્યાર્થીઓ ના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈ સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની સરકારે જાહેરાત કરી છે.વિદ્યાર્થીઓનું કોલેજો દ્વારા કાઉન્સિલિંગ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.કોલેજ તથા યુનિવર્સિટીઓ પ્રતિ 100 વિદ્યાર્થી એક કાઉન્સિલર રાખવાની સૂચના સરકાર દ્વારા કોલેજોને અપાઇ છે.ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓને પર્ફોર્મન્સ ના આધારે અલગ રાખવાની પદ્ધતિ પર સરકારે બ્રેક મારી છે.વિગતવાર ગાઈડલાઈન સાથે તમામ યુનિવર્સિટીઓ, કોલેજ તથા ખાનગી ઈન્સ્ટિટ્યુટ ને આદેશ અપાયા છે.