સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે.લોકસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન અને સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં 13 લાખ 86 હજારથી વધુ એલોપેથિક ડોક્ટરો અને 6 લાખ 14 હજાર આયુષ ડોક્ટરો નોંધાયેલાછે. તેમણે જણાવ્યું કે,છેલ્લાં 10 વર્ષમાં દેશમાં મેડિકલકોલેજોની સંખ્યા 387 થી વધીને 780 થઈ છે. MBBSની બેઠકો 130 ટકા વધીને 51 હજાર 348 થી વધીને 2014 થી લગભગ 1 લાખ 18 હજાર થઈ ગઈ છે
Site Admin | નવેમ્બર 29, 2024 6:39 પી એમ(PM)
સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે