સરકારે માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણના લઘુત્તમ ટેકાનાભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં કેબિનેટના નિર્ણયો વિશેમાહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે,કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર 650 રૂપિયાનો લઘુત્તમ ટેકાનો ભાવ આપવામાં આવશે જે અગાઉની માર્કેટિંગ સીઝન 2024-25 કરતા 315 રૂપિયા વધુ છે.તેમણે કહ્યું કે, આનાથી શણ ઉદ્યોગ પર પ્રત્યક્ષ કે પરોક્ષરીતે નિર્ભર 40 લાખ ખેડૂત પરિવારોને મદદ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પ્રાપ્તપ્રગતિની સમીક્ષા કરી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.શ્રી ગોયલે ઉમેર્યું કેકેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નક્કી કર્યા મુજબ તેના અમલીકરણને વધુ બે વર્ષ માટે કાર્યાન્વિત રાખવાનો નિર્ણય લીધો હતો. 2021 માં, કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્યમિશનના અમલીકરણને 2026 સુધી પાંચ વર્ષ માટે લંબાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:36 પી એમ(PM)
સરકારે માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણના લઘુત્તમ ટેકાનાભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે
