માર્ચ 3, 2025 6:17 પી એમ(PM)

printer

સરકારે ભારતીય રેલ્વે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલ્વે ખાનપાનઅને પ્રવાસન કોર્પોરેશન-IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો છે

સરકારે ભારતીય રેલ્વે નાણાં કોર્પોરેશન અને ભારતીય રેલ્વે ખાનપાનઅને પ્રવાસન કોર્પોરેશન-IRCTCને નવરત્નનો દરજ્જો આપ્યો છે.રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન એ રેલ્વે મંત્રાલયનું એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેનું વાર્ષિક ટર્નઓવર 26 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આઈઆરસીટીસી તરેલ્વે મંત્રાલયનું એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ પણ છે અને તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4,000 કરોડથી વધુ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બંને કંપનીઓને નવરત્ન દરજ્જો મળવા બદલ અભિનંદન પાઠવ્યા.