સરકારે ભારતીય બંધારણને અંગીકાર કરવાના 75 વર્ષ નિમિત્તે આવતી કાલથી એક વર્ષ સુધી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં થનારી આ ઉજવણી 26 નવેમ્બર, 2025 સુધી ચાલશે. 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતની બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો, જેનો અમલ 26 જાન્યુઆરી, 1950નાં રોજથી થયો હતો.
ઉજવણીનાં ભાગ રૂપે હાથ ધરાનારી પ્રવૃત્તિઓની વિગતો આપતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, આવતી કાલે સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોનાં સભ્યોને સંબોધન કરશે. તેમણે જણાવ્યું કે, આ ઉજવણી માત્ર સંસદની જ નહીં, પણ સમગ્ર દેશની છે.
એક વર્ષ ચાલનારી આ ઉજવણી હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન શિર્ષક હેઠળ થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, નાગરિકો બંધારણનાં વારસાને જાણી શકે તે માટે ખાસ વેબસાઇટ Constitution75.com બનાવવામાં આવી છે. નાગરિકો આ વેબસાઇટ પરથી પોતાની પસંદગીની ભાષામાં બંધારણનું આમુખ વાંચીને ઝૂંબેશમાં ભાગ લઈ શકે છે. વેબસાઇટ પર આ વિડીયો અપલોડ કરીને તેઓ સહભાગિતા અંગેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે.
Site Admin | નવેમ્બર 25, 2024 7:49 પી એમ(PM)
સરકારે ભારતીય બંધારણને અંગીકાર કરવાના 75 વર્ષ નિમિત્તે આવતી કાલથી એક વર્ષ સુધી ઉજવણી કરવાની જાહેરાત કરી છે
