ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 7:55 પી એમ(PM) | ખેડૂતો

printer

સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી

રાજ્ય સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના શરૂ કરવામાં આવી છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ૫ હજાર મેટ્રિક ટનથી મોટા અને ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ ૫૦ ટકા સુધીની સહાય આપવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી, ખેડૂતો તેમની ઉપજના સારા બજાર ભાવ મેળવીને આર્થિક નુકશાનથી બચી શકે છે.