ઓગસ્ટ 13, 2025 9:26 એ એમ (AM)

printer

સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા

સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા છે. શણના કાપડ, સૂતળી, દોરડા અને થેલા જેવી વસ્તુઓ હવે તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર દ્વારા જ ભારતમાં પ્રવેશી શકશે, એમ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ગઈકાલે બહાર પાડેલા એક જાહેરનામામાં જણાવ્યું હતું.