માર્ચ 4, 2025 9:40 એ એમ (AM)

printer

સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે અમદાવાદ-વડોદરા-સુરત સહિત દસ રુટ પર પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે અમદાવાદ-વડોદરા-સુરત સહિત દસ રુટ પર પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.આ પ્રોજેક્ટ્સમાં કુલ 37 બસો અને ટ્રકો અને 9 હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનોનો સમાવેશ કરાશે શરૂઆતમાં, 15 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત વાહનો અને 22 હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન આધારિત વાહનો ચલાવવામાં આવશે. આ વાહનો દેશભરમાં 10 અલગ અલગ રૂટ પર દોડશે, જેમાં ગ્રેટર નોઈડા-દિલ્હી-આગ્રા, ભુવનેશ્વર-કોણાર્ક-પુરી અને અમદાવાદ-વડોદરા-સુરતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ આગામી 18 થી 24 મહિનામાં શરૂ થવાની શક્યતા છે.