સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં 26 ટકાનો વધારો જાહેર કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્લેક એન્ડ વ્હાઇટ જાહેરાતમાં દૈનિકોની એક લાખ નકલો માટે પ્રિન્ટ મીડિયા માટે પ્રતિ ચોરસ સેન્ટીમીટર મીડિયા દર 47 રૂપિયા 40 પૈસાથી વધારીને 59 રૂપિયા 68 પૈસા કરાયા છે. સરકારે પ્રિન્ટ મીડિયામાં સરકારી જાહેરાતોના દરોમાં સુધારો કરવા અંગે ભલામણો કરવા માટે 2021માં 9મી દર માળખા સમિતિની રચના કરી હતી.
મંત્રાલયે ઉમેર્યું હતું કે સરકારે રંગીન જાહેરાતો માટે ઓફર કરવામાં આવનાર પ્રીમિયમ દરો, પ્રેફરન્શિયલ પોઝિશનિંગ સંબંધિત સમિતિની ભલામણો સાથે પણ સંમતિ આપી છે.
Site Admin | નવેમ્બર 17, 2025 7:41 પી એમ(PM)
સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં 26 ટકાનો વધારો જાહેર કર્યો