ભારતના હુમલાએ પાકિસ્તાનને બેચેન બનાવી દીધું છે. પરિણામે, પાકિસ્તાન હવે ડિજિટલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે. નકલી વીડિયોથી મોર્ફ કરેલી છબીઓ સુધી, પાકિસ્તાન સૌને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યું છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વિડીયો ગેમના દ્રશ્યોને વાસ્તવિક યુદ્ધ તરીકે ભ્રામક રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને ડિજિટલ યુદ્ધ ક્લિપ્સને વાસ્તવિક ફૂટેજ તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમણે લોકોને સતર્ક રહેવા વિનંતી કરી. ભારતના સંરક્ષણ મંત્રી કાર્યાલયના નામે વોટ્સએપ પર એક સંદેશ પણ ફરતો થઈ રહ્યો છે, જેમાં ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક તૈયારીઓ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. PIB એ કહ્યું કે, આ મેસેજ ખોટો છે. ભારત સરકારે આવી કોઈ સૂચનાઓ જારી કરી નથી.શ્રોતા મિત્રો, પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યું છે માટે દરેક માહિતી કાળજીપૂર્વક તપાસવી મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ શંકાસ્પદ સામગ્રી મળે, તો તમે આવી સામગ્રી WhatsApp નંબર 8799711259 અને ઇમેઇલ આઈડી – socialmedia@pib.gov.in પર પણ શેર કરી શકો છો.
Site Admin | મે 11, 2025 8:50 એ એમ (AM)
સરકારે પાકિસ્તાન દ્વારા ડિજીટલ મીડિયા પર ફેલાવાઈ રહેલી ખોટી માહિતી સામે સતર્ક રહેવા નાગરિકોને અનુરોધ કર્યો