સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ યોજનાનો સમાવેશ થાય છે.
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી રવનીત સિંહે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંત્રાલયે 46 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે 41 મેગા ફૂડ પાર્કને પણ મંજૂરી આપી છે.
Site Admin | માર્ચ 20, 2025 8:03 પી એમ(PM)
સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે.
