સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે 23 ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ સર્વેલન્સ કેમેરા, એનર્જી મીટર, માઇક્રોપ્રોસેસર આઇપી અને નેટવર્કિંગ એપ્લિકેશન્સ માટે સ્વદેશી ચિપ્સ અને સિસ્ટમ ઓન ચિપ્સ વિકસાવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે, ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ્સ માટે 72 કંપનીઓને ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન ટૂલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સેમિકન્ડક્ટર કંપનીઓમાંથી એક, વર્વેસેમી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સે આજે તેના અદ્યતન ઇન્ટિગ્રેટેડ સર્કિટ પોર્ટફોલિયોની જાહેરાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 22, 2025 7:57 પી એમ(PM)
સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા 23 ચિપ ડિઝાઇન પરિયોજનાને મંજૂરી આપી.
