જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM)

printer

સરકારે દેશમાં અનેક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો.

સરકારે દેશમાં કેટલાક પાકિસ્તાની અભિનેતાઓ અને ક્રિકેટ ખેલાડીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર ફરી પ્રતિબંધ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટેક્નિકલ કારણોસર કેટલાક ઍકાઉન્ટ થોડા સમય માટે ઉપલબ્ધ હતા.
આ વર્ષે મૅ મહિનામાં ભારત વિરોધી પ્રચાર કરવા અને અનિચ્છનીય સામગ્રી ફેલાવવા બદલ કેટલીક પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ અને સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર પ્રતિબંધ લગાવાયો હતો, જેમાં અભિનેતા સબા કમર, અહાદ રઝા મીર, યુમના જૈદી અને દાનિશ તૈમૂરના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ તથા ક્રિકેટ ખેલાડી શાહિદ અફરિદી અને શોએબ અખ્તરની યુ-ટ્યૂબ ચૅનલ સામેલ છે.
તમામ ઑટીટી પ્લેટફૉર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાનની વૅબ સિરીઝ, ગીતો, ફિલ્મો, પૉડકાસ્ટ અને અન્ય માધ્યમ સામગ્રીને ચાલુ ન રાખવાનો નિર્દેશ અપાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.