સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ છે. છત્તીસગઢમાં, ફક્ત બીજાપુર, સુકમા અને નારાયણપુર હવે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ આંકડા નરેન્દ્ર મોદી સરકારના નક્સલ મુક્ત ભારત માટેના સંકલ્પ તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે, 800 થી વધુ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 312 ડાબેરી ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. એક હજાર 600 થી વધુ ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:59 પી એમ(PM)
સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ.
