સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન વર્ષ 2013-14માં ૯૫ લાખ ટનથી 106 ટકાના વધારા સાથે 2024-25માં આશરે 198 લાખ ટન થયું છે.
મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આશરે ત્રણ કરોડ માછીમારો અને મત્સ્યઉદ્યોગ ખેડૂતોને આજીવિકા પૂરી પાડે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં આઠ ટકા યોગદાન આપે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પરિવર્તનકારી પહેલો લેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2014-15થી વાદળી ક્રાંતિ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના સહિત વિવિધ યોજનાઓમાં 32 હજાર 723 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતની સીફૂડ નિકાસ 2024-25 દરમિયાન 62 હજાર 408 કરોડ રૂપિયાના મૂલ્યના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગઈ છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 1:52 પી એમ(PM)
સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન 106 ટકાના વધારા સાથે 2024-25માં 198 લાખ ટન થયું.