સરકારે જણાવ્યું કે, પીએમ ગતિશક્તિએ 15 લાખ 89 હજાર કરોડ રૂપિયાના 228 માળખાકીય પરિયોજનાઓની સમીક્ષા કરી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગના અધિક સચિવ રાજીવસિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે, પીએમ ગતિશક્તિથી પરિયોજનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. તેમજ સમગ્ર કામગીરીમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 44 કેન્દ્રીય મંત્રાલય અને તમામ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પીએમ ગતિશક્તિમાં જોડાયા છે
Site Admin | નવેમ્બર 20, 2024 7:57 પી એમ(PM)
સરકારે જણાવ્યું કે, પીએમ ગતિશક્તિએ 15 લાખ 89 હજાર કરોડ રૂપિયાના 228 માળખાકીય પરિયોજનાઓની સમીક્ષા કરી છે
