ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂ.10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે કૃષિ મંત્રાલયની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂ.10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે 2004 થી 2014 સુધીના યુપીએ શાસનના દસ વર્ષ દરમિયાન કુલ બજેટ ફાળવણી ફક્ત 1 લાખ 51 હજાર કરોડ રૂપિયા હતી.