ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્વપૂર્ણ કોરિડોરની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તરમાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં આ માહિતી આપી હતી.
શ્રી કિર્તીવર્ધન સિંહનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ગીર વિસ્તારમાં ‘પ્રોજેક્ટ લાયન’નો અમલ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સંવર્ધન અને ઈકો-ડેવલપમેન્ટને એકીકૃત કરીને ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન પર ભાર મૂકાઈ રહ્યો છે. મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુજરાત સરકારે રેડિયો કોલરિંગ અને જીઆઈએસ મેપિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાયન કોરિડોર્સ અંગે સર્વગ્રાહી અભ્યાસો હાથ ધર્યા છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:12 એ એમ (AM)
સરકારે ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્વપૂર્ણ લાયન કોરિડોરની ઓળખ કરી છે