ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે, સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે.
આજે લોકસભામાં જવાબ આપતા, શ્રી રાયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરિયાઈ જોખમો સામે દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાને મજબૂત કરવા માટે કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ લાગુ કરી છે, જે અંતર્ગત 204 કોસ્ટલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કોસ્ટલ પોલીસ કર્મચારીઓને કોસ્ટ ગાર્ડ ટ્રેનિંગ સેન્ટર, કોચી અને તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતે તાલીમ આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 13 હજાર 879 કોસ્ટલ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.શ્રી રાયે જણાવ્યું કે, ભારતીય તટરક્ષક કોસ્ટલ પોલીસ સાથે સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગ કરે છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 5:25 પી એમ(PM)
સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે :ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય
