સરકારે કહ્યું છે કે વસ્તુ અને સેવા કર GST માં વ્યાપક સુધારાથી સહકારી ક્ષેત્ર મજબૂત થશે, ઉત્પાદનો સ્પર્ધાત્મક બનશે, ઉત્પાદનોની માંગ વધશે અને સહકારી સંસ્થાઓની આવક વધશે. સહકાર મંત્રાલયે કહ્યું છે કે GST સુધારાથી ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન મળશે અને લાખો પરિવારો માટે આવશ્યક ચીજવસ્તુઓની સસ્તી પહોંચ સુનિશ્ચિત થશે.મંત્રાલયે કહ્યું છે કે GST સુધારાથી દેશના 10 કરોડથી વધુ ડેરી ખેડૂતોને ફાયદો થશે, ટકાઉ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે અને નાના ખેડૂતોને ફાયદો થશે. મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી પેઢીના GST સુધારાઓની મોટી સહકારી બ્રાન્ડ્સ સહિત સમગ્ર ડેરી સહકારી ક્ષેત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.ડેરી ક્ષેત્રમાં, ખેડૂતો અને ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. તમામ પ્રકારના દૂધ અને ચીઝને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. માખણ, ઘી અને સમાન ઉત્પાદનો પર GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. લોખંડ, સ્ટીલ અથવા એલ્યુમિનિયમથી બનેલા દૂધના ડબ્બા પર પણ GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. આ પગલાં ડેરી ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે, ડેરી ખેડૂતોને રાહત આપશે અને મહિલાઓ દ્વારા સંચાલિત ગ્રામીણ સાહસો, ખાસ કરીને દૂધ પ્રક્રિયામાં રોકાયેલા સ્વ-સહાય જૂથોને મજબૂત બનાવશે. જેથી ડેરી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓની આવકમાં વધારો કરશે.1800 સીસીથી ઓછી ક્ષમતાવાળા ટ્રેક્ટર પરનો GST ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. આનાથી ટ્રેક્ટર વધુ સસ્તું બનશે. આ નિર્ણયથી ખેડૂતો તેમજ પશુપાલન અને મિશ્ર ખેતીમાં રોકાયેલા લોકોને ફાયદો થશે. એમોનિયા, સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ જેવા મુખ્ય ખાતરો પરનો GST 18 ટકા થી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. જેટી વાવણીની મોસમ દરમિયાન પોષણક્ષમ ખાતરોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 8:40 એ એમ (AM)
સરકારે કહ્યું – વસ્તુ અને સેવા કર GSTમાં વ્યાપક સુધારાથી સહકારી ક્ષેત્ર મજબૂત થશે
