ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

printer

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ડિજિટલ વિકાસ અને ડિજિટલ સંપર્ક પરપત્રકારોને સંબોધતા, પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહેજણાવ્યું હતું કે દેશભરમાં ચાર કરોડથી વધુ નકલી એલપીજી કનેક્શન સમાપ્ત કરવામાંઆવ્યા છે. તેમણે કહ્યું કે સાત લાખથી વધુ નકલી મનરેગા જોબ કાર્ડ પણ નાબૂદ કરવામાંઆવ્યા છે. શ્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ,લગભગ 30 લાખ ગેરહાજર લાભાર્થીઓને પણ ઓળખી કાઢવામાં આવ્યા છે અનેતેમને દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં બે હજારકરોડથી વધુ અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે.  શ્રી કીર્તિ વર્ધન સિંહે એમ પણ કહ્યું કે જન ધન યોજના,આધાર અને મોબાઈલ ટ્રિનિટી આ ત્રણ સુવિધાઓએ સમગ્ર દેશમાં સમાવેશીતાઅને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું છે. શ્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતુંકે પરિવેશ પોર્ટલના આગમન સાથે, દરેક વસ્તુનું ઇલેક્ટ્રોનિકરીતે નિરીક્ષણ કરવામાં આવે છે, જેનાથી જવાબદારી વધે છે અનેસમયની બચત થાય છે.