સરકારે જણાવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રેલવેની ટિકિટ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમ એક સુરક્ષિત માહિતી ટેકનોલોજી પ્લેટફોર્મ છે જે મજબૂત અને અદ્યતન સાયબર સુરક્ષા નિયંત્રણોથી સજ્જ છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર-આધારિત OTP ચકાસણી તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 7:37 પી એમ(PM)
સરકારે કહ્યું કે રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરાયા