ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM)

printer

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે.

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી. તેમણે કહ્યું, ખરીફ પાકની સ્થિતિ સારી છે. મગ, અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાકની લલણી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે તુવેરની લલણી હવે શરૂ થઈ છે. શ્રી વર્માએ કહ્યું, સરકારે ભારત દાળ બ્રાન્ડ અંતર્ગત રાહત દર પર છૂટક વેચાણ માટે બફર સ્ટૉકના એક મોટા હિસ્સાને છૂટક દાળમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું, આ મહિનાની 22 તારીખ સુધી ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘ- NCCF અને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ – નાફેડ દ્વારા કુલ 10 લાખ 66 હજાર ખેડૂતોની નોંધણી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.