સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને આધાર નંબર સાથે જોડાયેલા ઑટીપી દ્વારા કર્મચારીઓને સાર્વત્રિક ખાતા ક્રમાંક- UAN સક્રિય કરવા જણાવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સંગઠનને અભિયાન રીતમાં હાથ ધરવા નિર્દેશ આપ્યો છે, જેથી મોટી સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલા કાર્ય આધારિત પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવી શકે. મંત્રાલયે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં નોકરી દાતાઓએ પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં નિમણૂક કરાયેલા તમામ કર્મચારીઓ માટે સાર્વત્રિક ખાતા ક્રમાંકને આ મહિનાની 30મી તારીખ સુધીમાં સક્રિય કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. બીજા તબક્કામાં ફેસ મેચિંગ ટેક્નૉલોજી દ્વારા બાયૉ-મેટ્રિક ચકાસણીને UANમાં સામેલ કરાશે.
Site Admin | નવેમ્બર 21, 2024 6:26 પી એમ(PM)
સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને આધાર નંબર સાથે જોડાયેલા ઑટીપી દ્વારા કર્મચારીઓને સાર્વત્રિક ખાતા ક્રમાંક- UAN સક્રિય કરવા જણાવ્યું છે
