સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ચાર હજાર 594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લીધેલા નિર્ણય વિશે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં છ ગણી વૃદ્ધિ સાથે ઝડપી પ્રગતિ જોવા મળી છે અને નિકાસમાં આઠ ગણો વધારો થયો છે.
માહિતી અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે પાંચ હજાર 801 કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચ સાથે લખનૌ મેટ્રો ફેઝ વન બીને મંજૂરી આપી છે.
માહિતી અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા ટાટો-2 જળવિદ્યુત પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં બનાવવામાં આવશે અને તેનું નિર્માણ છ વર્ષમાં કરવામાં આવશે.