ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 9:21 એ એમ (AM)

printer

સરકારે આવશ્યક ખાદ્ય ચીજો માટે, વ્યૂહાત્મક વેચાણ કરવા અને સબસિડીવાળા દરે પસંદગીની ખાદ્ય ચીજોના છૂટક વેચાણને સરળ બનાવવાના નિર્ણયો લીધા-નિર્મલા સીતારમણ

સરકારે કહ્યું કે, ફુગાવાને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લીધા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ રોજગારીનું સર્જન અને ઘરગથ્થુ આવકમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આવશ્યક ખાદ્ય ચીજો માટે બફર સ્ટોક વધારવા, ખુલ્લા બજારમાં ખરીદેલા અનાજનું વ્યૂહાત્મક વેચાણ કરવા અને સબસિડીવાળા દરે પસંદગીની ખાદ્ય ચીજોના છૂટક વેચાણને સરળ બનાવવાના નિર્ણયો લીધા છે. સીતારમણે કહ્યું કે, આ પગલાંના સારા પરિણામો મળ્યા છે અને પરિણામે સરેરાશ છૂટક ફુગાવાનો દર 2023-24માં 5.4 ટકાથી ઘટીને 2024-25માં 4.6 ટકા થયો છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.