ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 11, 2025 7:38 પી એમ(PM) | સરકાર

printer

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ બંને જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરાયા છે. મંત્રાલયે જણાવ્યું કે, AAC અને JKIM ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે હાનિકારક છે. તેમાં જણાવાયું છે કે, જૂથોના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારને ટેકો આપવામાં સામેલ છે.