સરકારે આજે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે. પાંચ વર્ષ માટે ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ તકો પૂરી પુડવાના હેતુથી 2024-25નાં કેન્દ્રીય અંદાજપત્રમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. કંપની બાબતોના મંત્રાલયના સૂત્રો જણાવે છે કે, સરકારે પાયલટ પ્રોજેક્ટ માટે 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે એક લાખ 25 હજાર ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાનોસરકારનો લક્ષ્યાંક છે. ઓનલાઇન પોર્ટલ pminternship.mca.gov.in દ્વારા તેનો અમલ કરવામાં આવશે. ઉમેદવારો આ મહિનાની 12થી 25 તારીખ સુધીમાં પોર્ટલ પર અરજી કરી શકશે.ઇન્ટર્નશીપનો સમયગાળો એક વર્ષનો રહેશે. 21થી 24 વર્ષના યુવાનો, જેઓ ફુલ ટાઇમ નોકરીન કરતા હોય અને ફુલ ટાઇમ અભ્યાસ ન કરતા હોય તેઓ આ કાર્યક્રમનો લાભ લઈ શકે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:18 પી એમ(PM)
સરકારે આજે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી
