સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ અપૂર્વ ચંદ્રાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ સુધારેલી માર્ગદર્શિકા અને તાલીમ મોડ્યુલ તમામ આરોગ્ય સંભાળ કાર્યકરો માટે એક માળખું પૂરું પાડશે અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગને ઓળખવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે.
આકાશવાણી સાથે વાત કરતાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સના ડિરેક્ટર અને ચાન્સેલર ડૉ. એસ.કે.સરીને જણાવ્યું હતું કે ફેટી લીવરના સામાન્ય કારણોમાં વધારે વજન, સ્થૂળતા, આનુવંશિકતા, આલ્કોહોલનું સેવન અને અમુક દવાઓનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 2:35 પી એમ(PM) | નોન-આલ્કોહોલિક ફેટી લિવર
સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી
