ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 2:10 પી એમ(PM)

printer

સરકારે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે

સરકારે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 2019થી, સરકારે ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકા વધુ નફો રાખીને MSP દર નક્કી કર્યા છે.
મંત્રીએ કહ્યું કે સંતોષની વાત છે કે ભારત વિશ્વમાં નારિયેળના ઉત્પાદનમાં પ્રથમ નંબરનો દેશ બન્યો છે અને સરકાર નારિયેળને અસર કરતા રોગ પર નિયંત્રણ રાખવા માટે પૂરતા પગલાં લઈ રહી છે.

દરમિયાન રાજ્યસભામાં, ઉપસભાપતિ હરિવંશ નારાયણે મહાકુંભ ઘટના પર ચર્ચાની માંગણી કરતા કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા રજૂ કરાયેલ સ્થગિત પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ